ડૂબતો દરિયો

(60)
  • 3.3k
  • 22
  • 1.3k

રાતભર દરિયામાં રિંગ પર પડ્યા રહેવાથી શરીર અકળાયું ઊઠ્યું. આંખો સૂઝી આવી. શરીર તૂટતું હોય એમ સાંધા દુ:ખી રહ્યાં. પગ સતત પાણીમાં પડ્યા રહેવાથી ચામડી કોચવાઈને ભૂરિ થવા લાગી. વિશાળ દરિયાલાલ પર તે એકલો જ તણખલાની તોલે તણાતો હતો. વારે વારે ઊછળતો, ફંગોળાતો, પછડાતો અને જ્યાં ત્યાં ફેંકાતો. એટલીવારમાં એક પ્રચંડ મોજાંએ તેને ખભે ઊંચકીને નીચે પટક્યો. આવેગ સાથે તેણે બે હાથની પકડ મજબૂત કરી લીધી. શ્વાસ અધ્ધર થયો અને ધબકાર સ્થિર થઈ હૃદયમાં ચોંટી ગયો. રિંગ પર ઢગલો વળેલી કાયામાં પીડા ઊપડી આવી. રિંગમાં જડેલી દોરીની તેણે કસકસાવીને આંટી વાળી લીધી. રાતભર રાડો પાડીને અવાજ તો હવે મરવા જેવો થઈ ગયેલો. તે છતાં ગળામાંથી અનાયાસે વ્યર્થ ચીસ નીકળી ગઈ…