રહસ્યના આટાપાટા - ભાગ 6

(140)
  • 4.9k
  • 8
  • 3.2k

પત્ર આવ્યો સમીસાંજે અટરસન જેકિલના ઘરે ઊપડ્યો. ઘરમાં પ્રવેશી રસોડા પાસે થઈ તે પાછળની તરફ ગયો અને વાડો વટાવી લેબોરેટરી કહેવાતી ઇમારત તરફ ચાલ્યો. અત્યારે જે વાડો દેખાતો હતો તે પહેલા બગીચો હતો. બીજી બાજુ, લેબોરેટરી તરીકે ઓળખાતી રહસ્યમય ઇમારત, પહેલાં સર્જન ડૉક્ટરનું દવાખાનું હતું, જેમાં નીચે ઑપરેશન થિયેટર પણ આવેલું હતું. બગીચા સહિતની તે ઇમારત જેકિલે ડૉક્ટરના વારસ પાસેથી ખરીદી હતી. જો કે જેકિલને મેડિકલ (શરીર રચના) કરતાં કેમિકલમાં (રસાયણોમાં) વધારે રસ હતો, આથી તેણે બગીચાની દરકાર લીધી ન હતી. આ જ કારણથી બગીચો ઉજ્જડ વાડો બની ગયો હતો અને દવાખાનું રાસાયણિક પ્રયોગશાળા ! અટરસન ઘરના આ