સુજલ સાથે બનેલ એક બનાવની આ વાત છે. સુજલનો સ્વભાવ આકરો ખરો પણ દરેક જીવ પ્રત્યે સહાનુભતિ ધરાવે એવા વ્યક્તિત્વવાળો સુજલ કર્તવ્યપ્રેમી પણ ખરો!સુજલનો ધંધો એવો હતો કે એ ફોન દ્વારા પણ જેતે સ્થળેથી પોતાનું કામ કરી શકે, આથી સુજલ કાર ડ્રાઈવની સાથે ફોન પર પણ તે દિવસે વ્યસ્ત હતો. સમયની કટોકટીના લીધે સુજલ ખુબ ઝડપથી કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. વાત જાણે એમ હતી કે સુજલ પોતાના નિત્ય નિયમ પ્રમાણે પૂનમ ભરવા એમના માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો. અચાનક ખુબ ઝડપે દોડતી કારને સુજલએ તુરંત બ્રેક મારી કાર ઉભી રાખી કારણ કે સુજલની નજર રસ્તાની બાજુમાં રહેલ કાચબા પર