મૃગજળ - પ્રકરણ - 17

(168)
  • 3.9k
  • 7
  • 1.7k

સવારે જ્યારે વૈભવી હોશમાં આવી ત્યારે ડોકટરે સીધો જ ઇન્સ્પેકટર જાડેજાને ફોન જોડ્યો હતો. ડોકટર કોઈ ઝંઝટમાં પડવા માંગતા નહોતા. નર્મદા બહેને આખી રાત વિચાર કરીને સવારે આખરે વૈભવીને મળવાનું વિચાર્યું. આખરે એણીએ બધું પોતાના પિતા માટે જ કર્યું હતું! નર્મદા બહેન ધવલને હોસ્પિટલ જવાનું કહ્યું. રાત્રે કરણ નશો કરીને આવ્યો હતો, એ હજુ સૂતો હતો. એણે ક્યારેય શરાબ જોઈ નહોતી અને એ દિવસે એ પહેલી જ વાર વધારે ડ્રિંક્સ લઈ ચુક્યો હતો. ધવલ એને ઘર સુધી એક ટેક્સીમાં જ લઈ આવ્યો હતો. ધવલ નર્મદા બહેનને લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઇન્સ્પેકટર જાડેજા એને ઍરેસ્ટ