રહસ્યના આટાપાટા - ભાગ 15

(111)
  • 5.4k
  • 7
  • 2.5k

હેન્રી જેકિલનું કબૂલાતનામું... સદ્નસીબે મારો જન્મ પૈસાદાર સુખી કુટુંબમાં થયો હતો. સંસ્કાર ગણો કે પ્રકૃતિ, પહેલાથી જ મને સજ્જન અને સારા લોકોને આદર આપવો ગમતો પણ, સમાજમાં પોતાનું માન જળવાઈ રહે, માથું ઊંચું રાખીને ફરી શકાય એ માટે મનમાં ઊઠતી ગંદી ઇચ્છાઓને દબાવી દુનિયામાં સજ્જનની જેમ વર્તવું મને પસંદ ન્હોતું. છતાં, હું તે રીતે વર્તવાનો પ્રયત્ન કરતો. વર્ષો વીતતા મેં પ્રગતિ કરી અને સમાજમાં આગવું સ્થાન મેળવ્યું ત્યારે, મારા જીવનનું સરવૈયું કાઢી જોયું. ત્યારે મને લાગ્યું કે મારામાં સારા અને ખરાબ, બંને છેડાની વૃત્તિઓ પૂરજોશમાં પડી છે. હું જયારે સંયમ ગુમાવતો ત્યારે હું હું ન રહેતો અને બીજા