ભૂમિકા ખુબ સીધી-સાદી અને પ્રેમાળ સ્વભાવની છે. સ્વભાવ થોડો ગરમ ખરો પરંતુ ઝડપથી જતું કરી શકે એવી અમારી ભૂમિકા દરેકને ગમી જાય એવી વ્યક્તિત્વની છે.ભૂમિકાનો ઉછેર એક સુશીલ પરિવારમાં થયો હોવાથી આ ગુણો એને વારસામાં જ મળ્યા હતા. ભૂમિકાને ભણવામાં રૂચી હતી જ સાથોસાથ એને ભારતનાટ્યમમાં પણ વિશારદ કર્યું હતું. બધી જ રીતે ગુણવાન હોવાથી ભૂમિકાનો અભ્યાસ હજુ ચાલુ હતો ત્યાં જ એક સારા પરિવારમાંથી ભૂમિકાના લગ્નનો પ્રસ્તાવ આવ્યો હતો. છોકરાનું નામ અનુરાગ હતું. છોકરો દેખાવે સીધો સરળ અને સારી નોકરી કરતો હોવાથી ભૂમિકાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. પણ ભૂમિકા જ્યાં સુધી ઈચ્છે