બેઈમાન - 7

(244)
  • 9.5k
  • 10
  • 6.3k

દીનાનાથની પ્રશ્નાર્થ નજર શાંતા પર જ જડાયેલી હતી. ‘મિસ્ટર દીનાનાથ...!’ એની નજરનો ભાવાર્થ સમજીને શાંતા બોલી, ‘તમારી નોકરી બચી ગઈ છે. હવે તમારે મારા સવાલોના જવાબ આપવાના છે.’ દીનાનાથે હકારમાં માથું હલાવ્યું. ‘તો સૌથી પહેલાં એ જણાવો કે પરમ દિવસે રાત્રે તમે ક્યાં હતા ?’ ‘પરમ દિવસે રાત્રે ?’ દીનાનાથે ચમકીને પૂછ્યું. ‘જી, હા...પરમ દિવસે રાત્રે? અર્થાત્... જે રાત્રે અહીં ચોરી થઇ એ રાત્રે !’