બેઈમાન - 9

(227)
  • 8.7k
  • 13
  • 5.8k

મોતીલાલ જૈન લીફટમાંથી બહાર નીકળીને પોતાની ઓફીસ તરફ આગળ વધ્યો. એ જ વખતે સીડીની બાજુમાં ઉભેલો એક યુવાન તેની નજીક જવા લાગ્યો. યુવાનની ઉંમર આશરે છવ્વીસેક વર્ષની હતી. તે મોતીલાલની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મોતીલાલે તેના પ્રત્યે કોઈ ધ્યાન ન આપ્યું. એ ચૂપચાપ આગળ વધતો રહ્યો. યુવાન હવે બરાબર તેનાં પગલા સાથે તાલ મીલાવતો જતો હતો. જાણે મોતીલાલની સાથે જ હોય એવું એની ચાલ પરથી લાગતું હતું.