અઘોર આત્મા (ભાગ-૮) શિવારાધના

(178)
  • 4.4k
  • 11
  • 2.4k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૮ : શિવારાધના) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૭ માં આપણે જોયું કે... કલ્પ્રિત પેલી પૂતળી તપસ્યા ઉપર સંપૂર્ણપણે ઝૂકી ગયો હતો. મારી કમર નીચે જાણે કે ગરમગરમ સીસું રેડાયું હોય એવી બળતરા ઊઠી. અંગારક્ષતિએ મને એ દાયરામાંથી દૂર એકાંતમાં ફંગોળી દીધી હતી. તિમિરનો અસ્પષ્ટ ચહેરો એ પથરીલી દીવાલ ઉપર ઉપસી રહ્યો હતો. મારા રક્તથી મારે એ ચહેરાને ચિતરવાનો હતો, તો એ દીવાલની કેદમાંથી મુક્ત થઈ શકાય એમ હતું. મેં મારી ભરાવદાર જાંઘ ઉપર કાચના ટુકડાથી ચીરા મૂકવા માંડ્યા. લોહીના ફૂવારા ઉડી રહ્યા હતા. જયારે કલ્પ્રિતના હોઠના