કાશ, મોબાઈલ ન હોત! -૧

(67)
  • 3.2k
  • 8
  • 1.2k

                કાશ! મોબાઈલ ન હોત!          "કાશ! મોબાઈલ ન હોત!"અમાસની અંધારી રાત્રે આંગણામાં રાખેલા ખાટલામાં પડ્યો પડ્યો અવિનાશ બબડ્યો. રાતના બાર વાગી ગયા હતાં. સમગ્ર જગત નીંદરને ખોળે આરામ ફરમાવી રહ્યું હતું. ભટકતું હતું તો માત્ર અવિનાશનું મન. બાકી આખા ગામની માલીપા પોઢી ગઈ હતી. એ દિવસે જે ઘટના ઘટી હતી એને આજે સોળ- સોળ વરસ થવા છતાંય એને જંપવા નહોતી દેતી. એ ઘટનાએ એના અસ્તિત્વના લીરે લીરા ઉડાવી દીધા હતાં. શહેરના એ ખંડેરમાં એણે જે જોયું હતું એનાથી એનું હૈયું, એની માણસાઈ કકળી ઉઠી હતી. અત્યારે જીવી રહ્યો હતો