Kaash, Mobile na hota - 1 books and stories free download online pdf in Gujarati

કાશ, મોબાઈલ ન હોત! -૧

                કાશ! મોબાઈલ ન હોત!

          "કાશ! મોબાઈલ ન હોત!"અમાસની અંધારી રાત્રે આંગણામાં રાખેલા ખાટલામાં પડ્યો પડ્યો અવિનાશ બબડ્યો. રાતના બાર વાગી ગયા હતાં. સમગ્ર જગત નીંદરને ખોળે આરામ ફરમાવી રહ્યું હતું. ભટકતું હતું તો માત્ર અવિનાશનું મન. બાકી આખા ગામની માલીપા પોઢી ગઈ હતી. એ દિવસે જે ઘટના ઘટી હતી એને આજે સોળ- સોળ વરસ થવા છતાંય એને જંપવા નહોતી દેતી. એ ઘટનાએ એના અસ્તિત્વના લીરે લીરા ઉડાવી દીધા હતાં. શહેરના એ ખંડેરમાં એણે જે જોયું હતું એનાથી એનું હૈયું, એની માણસાઈ કકળી ઉઠી હતી. અત્યારે જીવી રહ્યો હતો તો જાણે એ ઘટનાને - એ દર્દનાક દશ્યને વાગોળીને પીડા ભોગવવા કાજે જ!
     અવિનાશ ખાનગી શાળામાં નોકરી કરતો હતો. એક દિવસની વાત છે, સવારના દશનો સમય હતો. ઉનાળાના દિવસો હતાં. શાળાઓનું સત્ર ચાલું થઈ ગયું હતું. નિશાળમાં બાળકોનો ધસારો બરાબરનો જામ્યો હતો. કેટલાંક વાલીઓ પોતાના પ્રિય પાલ્યને જીવના જોખમે શાળામાં મૂકી જતાં હતાં. ને વળી, તેની પૂરતી કાળજી રખાય એને તકેદારી રાખવાની ભલામણકરી જતા હતાં. અવિનાશ સ્મિતભર્યા વદને સૌને મીઠી સાંત્વના આપી રહ્યો હતો. એનામાં વાલીઓને સમજાવવાની જબરી ફાવટ હતી. 
     આજની કાતિલ મોંઘવારીમાં માંડ પેટિયું રળાય એટલું 
એનું વેતન! ને છતાંય તન -મન અર્પિને એ શાળાની અને બાળકોની થાય એટલી સેવા કરવા તત્પર રહેંતો. એણે ક્યારેય સંસ્થા કે પોતાના ટૂંકા વેતન તરફ નહોંતું જોયું. કિન્તું કૂમળા મનના બાળકોના ભાવિ તરફ મીટ માંડી રાખી હતી. એ શાળાના લગભગ દરેક બાળકમાં એના વ્યક્તિત્વની અને નિષ્ઠાની આગવી પ્રતિભા હતી. કદાચ કોઈ અગમ્ય કારણોસર એ શાળામાં ન આવી શકતો એવા ટાણે બાળકો એના વિના જાણે બેબાકળા બની જતાં હતાં. આવી અજબ પ્રતિભાં અને અમીટ છાપ હતી અવિનાશની.
      એવામાં ઘડિયાળમાં અગિયારના ટકોરા થયા. એ સાથે જ અવિનાશના મોબાઈલ પર અજાણ્યા નંબરે ઘંટડી વગાડી. એક તરફ પ્રાર્થનાખંડમાં અનેક કાન અવિનાશની મધુર વાણીમાં વાર્તા સાંભળવા થનગની રહ્યાં હતાં તો બીજી બાજું અવિનાશને કાને ગાળોની ઝરમર વરસી રહી હતી. છતાં  મન સ્વસ્થ કરીને એણે પોતાને સાચવ્યો. પળવાર રોકાઈને એ ફોન બંધ કરવા જઈ રહ્યો હતો કે એના કાનમાં એક સૂરીલો અવાજ ઊતર્યો. "હેલ્લો અવિનાશ.....!" અને એક ભયંકર ચિત્કાર સાથે જ એ અવાજ દબાઈ ગયો. એ અવાજ સાંભળીને-પારખીને અવિનાશના હોંશકોશ ઊડી જવા લાગ્યા. છતાંય એણે ધીરજ ધરીને ઊંડી ઉત્કટતા સાથે "હેલ્લો....! કોણ બોલો છો ?" એમ ઉચ્ચાર્યું. એના પ્રત્યુત્તરમાં અવિનાશે સાંભળ્યું:"અવિનાશ! હું, હું અંજલી..... અંજલિ અગ્રવાલ... તારી ફ્રેન્ડ." અને એક લાંબી ચિત્કાર...!
      પળવાર તો અવિનાશને લાગ્યું કે જાણે એ કોઈ ટ્રેજેડી ફિલ્મનું ટ્રેલર જોઈ રહ્યો છે. પણ 'અંજલિ અગ્રવાલ' આ ટૂંકા વાક્યે એના તનમનને ધણધણાવી નાખ્યું. અશ્રુભરી આંખે અને કંપતા કાળજે એણે નીચે પડી ગયેલ મોબાઈલ હાથમાં લીધો..કાને ધર્યો અને હેલ્લો ઉચ્ચાર્યું, પણ ખલાશ! એ માસૂમ ચીખ સો ક્યાંય દટાઈ ગઈ ને ગાળોની મિસાઈલ એના કાનમાં ફૂટવા માંડી. એ પછી કોઈ ફિલ્મના જેવો સંવાદ કાને પડ્યો:"અવિનાશ! આપકી જો ફ્રેન્ડ હૈના અંજલિ અગ્રવાલ! વો અબ હમારે હવાલે હૈ. ઉસકી જાન ખતરે સે ખેલ રહી હૈ. વો ઈસલિયે કિ ઉસને હમારે પાસ સે એકબાર પૂરે દશ હજાર રૂપયે દો નાઈટ ગુજારને કે લિયે લિયા થા. લેકિન વો વાદા ઔર રૂપિયા દોનો ભૂલ ગઈ તેરે પ્યારમે. અબ કોઈ બાત નહીં. હમે હમારા હિસ્સા અબ મિલ રહા હૈ. અબ યે અંજલિ અગ્રવાલ આપકી બરબાદી, બદનામી ઓર મૌંત કા તમાશા બનેગી તમાશા!" અને જોરદાર હાસ્ય સાથે ફોન કટ થઇ ગયો. એ ક્ષણે પળનોય વિલંબ કર્યા વિના અવિનાશ ધૂળનકઆ ગોટેગોટા ઉડાડતી પોતાની મોટરસાયકલ મારી મૂકી. તેની આ છેલ્લી સ્થિતિને બાળકો વિસ્મય ભરી નજરે ક્યાંય સુધી જોઈ રહ્યાં. જાણે કે ધૂળના એ ગોટાઓમાં ઐ  ઘેરાઈ ગયો ન હોય!

ક્રમશ: