બેવફા - 10

(283)
  • 10.6k
  • 16
  • 6.9k

સાધના વર્તમાનમાં પાછી ફરી. એની આંખો સામેથી ચલચિત્રની માફક ભૂતકાળનો એક બનાવ પસાર થઈ ગયો હતો. પોતાના વૃદ્ધ પિતાએ એ વખતે કેટલી ગૂઢ વાત જણાવી હતી એને આજે રહી રહીને સમજાયું હતું. પરંતુ એ વખતે તે એના વાતને યોગ્ય રીતે નહોતી સમજી શકી. આ વાત તેમણે આશા સાથે લગ્ન કરતાં પહેલાં કેટલાય દિવસો અગાઉ કહી હતી. એ વખતે તો આશા સાથે તેમની મુલાકાત પણ નહોતી થઈ. એના પિતાની એક એક વાતો સાચી પડતી જતી હતી. તેમની દરેક આગાહીઓ સાચી પડી હતી.