ભેદ - - 10

(247)
  • 6.7k
  • 25
  • 4.5k

કિશોર ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને એક આરામદાયક પલંગ પર પડેલી જોઈ. એણે સૂતાં સૂતાં જ જ્યાં સુધી પહોંચી, ત્યાં સુધી નજર દોડાવી. એણે જે જોયું, એનાથી તેના અચરજનો પાર ન રહ્યો. એ એક શાનદાર પલંગ પર મલમલ જેવા નરમ અને મુલામય ગાદલા પર સૂતો હતો. અંદરના ભાગમાં ગુલાબી છત પર નકશીકામ કરેલું હતું. ગોળ અને ખૂબસૂરત કુદરતી દશ્યોવાળી સુંદર છબીઓ દીવાલ પર લટકતી હતી.