×

ભેદ - - 1

તેઓ દરરોજ સવારે 7 વાગ્યે ઉઠતા, સ્નાન પછી પૂજા કરતા. સાડા આઠ વાગ્યે નાસ્તો કરીને બરાબર નવ વાગ્યે ફેકટરીએ પહોંચી જતા. બપોરનું ભોજન ત્યાં જ લેતા અને સાંજે બરાબર સાત વાગ્યે મિલેથી સીધા ઘેર પાછા ફરતા, સ્નાન કરતા એના ...Read More

ભેદ - - 2

શાંતિનગર…! પહાડી ક્ષેત્રમાં વસેલો એક ખુબસુરત અને રળિયામણો વિસ્તાર...! શાંતિનગર પર સોનુ વરસાવી રહ્યો હતો. થોડા વર્ષો પહેલા આ સ્થળ એકદમ ઉજ્જડ અને સુમસામ હતું. પછી સમય જતા અહીં સભ્યોનો રંગારંગ ધીમે ધીમે વધવા લાગ્યો. જોતજોતામાં જ શાંતિનગરની વસ્તી બે લાખ પર પહોંચી ગઈ. સુંદર ...Read More

ભેદ - - 3

-ભગવતી એકદમ ધૂંધવાઈ ગયો હતો. -કારણ...! કારણ, તેને સવારના પહોરમાં જ ફોન પર સર દીનાનાથના બંગલામાં એક વધુ ખૂન થઇ ગયાના સમાચાર મળ્યા હતા. આ સમાચાર મળતાં જ તે એકદમ હેબતાઈ ગયો હતો. હજુ તો દીનાનાથના ખૂનની તપાસમાં રજમાત્ર પણ પ્રગતિ નહોતી થઇ ...Read More

ભેદ - - 4

કાવેરીના રૂમની બહાર દિલીપ તથા કાવેરી વાતો કરતા ઉભા હતા. ‘હું તમારાથી ખુબ જ નારાજ છું મિસ્ટર કૈલાસ...!’ સહસા કાવેરી બોલી. ‘કેમ…?’ દિલીપે પૂછ્યું, ‘મારાથી શું ભૂલ થઇ ગઈ?’ ‘તો હવે તમારી શું ભૂલ થઇ છે, એ પણ મારે જ કહેવું પડશે ...Read More

ભેદ - - 5

કિશોર પોતાના રૂમમાં પલંગ પર સૂતો હતો. [વાંચકો યાદ રાખે કે દિલીપ સાથે બનતા બનાવો શાંતિનગરમાં બને છે, જયારે કિશોર, આનંદ, મીનાક્ષી, અને બળવંત સાથે બનતા બનાવો વિશાળગઢમાં બને છે.] એના માથા પર પાટો બાંધ્યો હતો અને તેનો ચહેરો સહેજ ફિક્કો ...Read More

ભેદ - - 6

દિલીપના મગજ પરનો ઘણો બોજો હળવો થઇ ગયો હતો. તસ્વીરનું ઘણું ખરું રૂપ આંખો સામે સ્પષ્ટ બનીને ઉપસી આવ્યું હતું. પરંતુ છતાંય હજુ એ તસ્વીર ઝાંખી હતી. કારણ કે એની કેટલીય કડીઓ હજુ પણ તૂટેલી હતી. સૌથી મહત્વનો સવાલ તો એ ...Read More

ભેદ - - 7

ફરવા જવાનો પ્રોગ્રામ મીનાક્ષીએ જ બનાવ્યો. બળવંત તો કેમેય કરીને તૈયાર જ નહોતો થતો. પરંતુ છેવટે તેને કિશોર તથા આનંદના અનહદ આગ્રહ સામે નમતું જોખવું પડ્યું હતું. એ લોકો નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જ ભગવતી અને રજની આવી પહોંચ્યા. કિશોર તથા આનંદ ...Read More

ભેદ - - 8

બીજી તરફ કિશોર તથા મીનાક્ષી ફરતાં ફરતાં ઘણું દૂર નીકળી ગયાં. એક સ્થળે મીનાક્ષીનો પગ સાડીમાં ફસાઇ જવાને કારણે લપસ્યો અને વાંકીચૂકી સડક પર તે લથડીયું ખાઇને ગરબડી પડવા જેવી સ્થિતિમાં મૂકાઇ ગઇ. પરંતુ બાજુમાં ચાલી રહેલા કિશોરે તેને પોતાના બાહુપાશમાં ...Read More

ભેદ - - 9

અર્ધી રાત્રે દિલીપ જ્યારે પોતાના રૂમમાં પાછો આવ્યો ત્યારે દરિયાકિનારે અરૂણ દેશપાંડેના મૃતદેહના ગજવામાંથી કાઢેલી વસ્તુઓ કે જે એણે પોતાના ગજવામાં ટ્રાન્સફર કરી નાખી હતી, એ તેને યાદ આવી. એ વસ્તુઓને તે અત્યાર સુધી સાવ ભૂલી ગયો હતો. એણે અંધકારમાં જ ...Read More

ભેદ - - 10

કિશોર ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને એક આરામદાયક પલંગ પર પડેલી જોઈ. એણે સૂતાં સૂતાં જ જ્યાં સુધી પહોંચી, ત્યાં સુધી નજર દોડાવી. એણે જે જોયું, એનાથી તેના અચરજનો પાર ન રહ્યો. એ એક શાનદાર પલંગ પર મલમલ જેવા નરમ અને ...Read More

ભેદ - - 11

પોતાના રૂમમાં પહોંચીને મંચરશાએ બત્તી ચાલુ કરી. વળતી જ પળે તે એકદમ ચમકી ગયો. રૂમની બરાબર વચ્ચે ખુરશી પર એક માનવી બેઠો હતો. એ માનવીની વેધક આંખો મંચેરશાના ચહેરા પર જ મંડાયેલી હતી. એના ભયંકર ચહેરા પર નજર પડતાં જ મંચેરશા ધ્રુજી ઊઠ્યો. ભયનું ...Read More

ભેદ - - 12

આનંદે આપેલા આશ્વાસનના ફળરૂપે જ બળવંતના મન પરથી દુઃખનો આવડો મોટો બોજો હળવો થયો હતો. એ હવે પોતાની ફેક્ટરીમાં પણ રસ લેવા લાગ્યો હતો. એની ફેક્ટરીમાં એલ્યુમિનિયમના પતરાઓ બનતા હતા અને પછી ઑર્ડર પ્રમાણે તેના ઉપર જુદી જુદી જાતનો રંગ ચડાવવામાં ...Read More

ભેદ - - 13

મધરાત વીતી ગઈ હતી. રૂબીએ પોતાના રૂમનો દરવાજો ધીમેથી ઉઘાડ્યો. બહાર લોબીમાં ઝાંખા પ્રકાશનો એક બલ્બ સળગતો હતો. થોડી પળો સુધી તે એમ ને એમ દરવાજા પાસે ઊભી રહી. પછી એ દબાતા પગલે બહાર નીકળીને સીડીનાં પગથિયાં ઉતરવા લાગી. બે મિનિટ પછી તે હોટલની ...Read More