ભેદ - - 13

(153.7k)
  • 9.3k
  • 16
  • 5.8k

મધરાત વીતી ગઈ હતી. રૂબીએ પોતાના રૂમનો દરવાજો ધીમેથી ઉઘાડ્યો. બહાર લોબીમાં ઝાંખા પ્રકાશનો એક બલ્બ સળગતો હતો. થોડી પળો સુધી તે એમ ને એમ દરવાજા પાસે ઊભી રહી. પછી એ દબાતા પગલે બહાર નીકળીને સીડીનાં પગથિયાં ઉતરવા લાગી. બે મિનિટ પછી તે હોટલની બહાર હતી. સડક પર પણ સન્નાટો હતો.