ટહુકો - 6

(23)
  • 3.9k
  • 2
  • 1.2k

પ્લેટોની અકાદમીના પ્રવેશદ્વાર પર સૂચના લખવામાં આવી હતી:' ભૂમિતિ પ્રત્યે પ્રેમ ન હોય એવા માણસોએ અંદર આવવું નહીં '. એ સમયે સોક્રેટિસના સમયમાં ગ્રીક સંસ્કૃતિની ચરમસીમાએ ભૂમિતિનાં માનપાન ટોચ પર પહોંચ્યા હતા. એવું પણ બન્યું હશે કે ભૂમિતિનું જ્ઞાન ધરાવનારા ચુનંદા(elitist) લોકોએ ભૂમિતિ ન જાણનારા બહુ સંખ્યા લોકોને ' અસભ્ય ' ગણવાની ગુસ્તાખી કરવાની ફેશન શરૂ કરી હોય. જમાનો બદલાય તેની સાથે સાથે અસભ્યતાની વ્યાખ્યા પણ બદલાતી રહે છે