બુધવારની બપોરે - 31

(14)
  • 2.7k
  • 3
  • 920

પરણેલી સ્ત્રી કદી બેવકૂફ હોતી નથી. પરણ્યા પહેલા હોઇ શકે છે. ફર્ક એટલો કે, પરણ્યા પછી એને ખબર હોતી નથી કે એ બેવકૂફ બની છે અને પરણ્યા પહેલા માનતી નથી કે, એ પહેલેથી જ બેવકૂફ છે.....! દરેક સ્ત્રીને પોતાને સ્માર્ટ ગણવાનો હક્ક છે અને એ હક્ક એ બખૂબી પર્મૅનૅન્ટ વાપરે છે. પાછી આપણને વારતહેવારે પૂછતી જાય, ‘‘તમે મને શું બુધ્ધુ સમજો છો?’’ જવાબમાં આપણે કહીએ કે આ સવાલની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાની જરૂર નથી....ત્યાં ફૂલ-સ્ટૉપ જ આવે, તો પોતે આપણે માનીએ છીએ એટલી ઘનચક્કર નથી, એ બતાવી આપવા સામો સવાલ કરે, ‘‘ડૂ યૂ થિન્ક આઇ ઍમ સ્ટુપિડ? મને ય ખબર છે, ત્યાં ફૂલ સ્ટૉપ ના આવે....અલ્પવિરામ આવે!...’’