બુધવારની બપોરે - 34

(20)
  • 2.7k
  • 4
  • 873

ભરચક સભાગ્રૂહમાં સ્ટેજ પર બેસવું સિધ્ધિ છે અને ઑડિયન્સમાં બેસવું લાચારી છે. અલબત્ત, બન્ને અવસ્થામાં હૉલમાં શ્રોતાઓ હોવા આવશ્યક છે. ખાલીખમ્મ હૉલમાં સ્ટેજ કે ઑડિયન્સમાં બેસવું, હૉલના વૉચમૅનો માટે નોકરી છે....આપણે આવું બેસવાનું આવ્યું હોય તો કોઇ સમજે ખરજવું થયું લાગે છે! ગાર્ડનનો બાંકડો અને હૉલની ખુરશીઓ વચ્ચે શ્રોતાઓની સંખ્યાનો જ ફર્ક છે. બાકડામાં તો ત્રણ થઇ ગયા, એટલે હાઉસફૂલ અને હૉલમાં ત્રણ જ આવ્યા હોય તો આયોજકે પોતાના લમણામાં ભડાકો કરવો પડે.