મુહૂર્ત (પ્રકરણ 3)

(183)
  • 4.1k
  • 14
  • 2.4k

અમે પુષ્પાંજલિ બહાર આવ્યા. મને ખાસ ભૂખ નહોતી છતાં મારે ખાવું પડ્યું. હું જાણતો હતો કે હું નહિ ખાઉં તો નયના અનેક સવાલો કરશે અને એ પણ નહિ ખાય. જોકે સવાલો તો નયનાએ ઘણા કર્યા હતા. થેંક ગોડ! વિવેકે એના સવાલો સંભાળી લીધા હતા. સાંજ ઢળવાને હજુ વાર હતી છતાં એ જંગલ વિસ્તાર હતો એટલે અંધારું દેખાવા લાગ્યું. હવામાં ઠંડક ભળેલી હતી. પણ માત્ર ઠંડક જ. અહી ભેડાઘાટ જેવી શેતાની ચીલ ન હતી. અમે કાર સુધી પહોચ્યા ત્યારે ફરી નયનાએ એ જ સવાલ કર્યો, “તમે મને કઈ જગ્યાએ મુકવાના છો?” “રસ્તામાં બધું સમજાવું. પહેલા તો તારે તારા મમ્મી પપ્પાને મળવું