ધ રીંગ - 6

(412)
  • 6.5k
  • 22
  • 4.9k

પોતાની એ રિંગ અમને જ ચોરી કરી હોવાનું સમજતી આલિયા વિઝીટિંગ કાર્ડ ઉપર આપેલાં અમનનાં ઓફિસ એડ્રેસ પર પોતે રૂબરૂ જાય છે.. પણ ત્યાં અમનની જગ્યાએ ઓફિસનાં માલિક અપૂર્વ ને મળીને એ નવાઈ પામી જાય છે... તો બીજી તરફ અપૂર્વ પણ અમન નું નામ સાંભળી ચિંતામાં આવી જાય છે.. આલિયા ને પોતાનાં ઘરે એક કવર મળે છે જેની અંદર શું હશે એ જોવાં આલિયા કવર ખોલે છે. પોતાને આ કવર મોકલાવનારું કોણ હશે એ વિચારતાં વિચારતાં અંદર શું હશે એ જાણવાં ઉત્સુકતા સાથે કવર ખોલ્યું અને અંદર રહેલી વસ્તુ બહાર નીકાળી.. અંદર ત્રણ ફોટોગ્રાફ હતાં. આલિયાએ એ ફોટો તરફ નજર ફેંકી એ સાથે જ એ ચમકી ગઈ.