સંબંધ નામે અજવાળું - 7

(12)
  • 3k
  • 1.1k

સંસ્કૃત નાટકોથી માંડીને ભવાઈ અને ભવાઈથી લઈને આજના નાટકો, ફિલ્મ, સાહિત્ય અને ચિત્ર કે નૃત્યમાં રીસાયેલી નાયિકા કે રીસાયેલો નાયક હંમેશા રસપ્રદ રહ્યા છે. કોઈ કોઈથી રીસાઈ જાય એ વાતમાં અકળામણ હોય પણ એ અકળામણનીય મજા તો છે જ. કોઈ તમારાથી રીસાઈ જાય છે કારણ કે એ તમારા પ્રેમ પર, તમારા ગમા અણગમા પર, તમારી હૂંફ પર એ પોતાનો અધિકાર સમજે છે.