ડ્રીમ ટનલ - ૩

(21)
  • 2.6k
  • 1
  • 881

લીલીએ સાઇકલને સીધી મેથ્યુના ઘર તરફ મારી મુકી. એણે મેથ્યુને સઘળી હકીકત જણાવી. મેથ્યુએ તાબડતોબ માઇકલ અંકલને બોલાવી લીધા અને પરિસ્થિતીથી વાકેફ કર્યાં. એ તો આખી વાત સાંભળી હેબતાઇ ગયાં. એ માની જ નહોતાં શકતાં કે લિયોનાં શરીરમાં કોઇ ઓર માણસ છે, પણ હવે એ સ્પષ્ટ હતું કે લિયોમાં ટોમની સંવેદનાઓ જાગી ગઇ હતી અને એ ઝડપથી એની લેબમાં પાછો ફરવા માટે બરફમાં આગળ વધી ગયો હતો. હવે બહુ વિચાર કરવાનો સમય ન હતો. તાત્કાલીક નિર્ણય લેવાનો હતો. લિયોને લેબ સુધી જતા અટકાવી વિશ્વની તબાહી રોકવાની હતી. મેથ્યુ અને માઇકલ અંકલ લિયોની પાછળ જવા તૈયાર થયાં. લીલી પણ સાથે જોડાવા