કૂબો સ્નેહનો - 2

(45)
  • 4.5k
  • 6
  • 2.5k

?આરતીસોની?પ્રકરણ : 2 ❣️કૂબો સ્નેહનો❣️આપણે પહેલા પ્રકરણમાં વાંચ્યું કે બેઉં ભાઈ-બહેન વિરાજ અને મંજરી એ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. અને કંચનના પતિ જગદીશે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. એમના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યાં હતાં.. હવે આગળ..ઉત્તર ગુજરાતના નાનકડાં લપકામણ નામના એક ગામમાં કંચન અને એનો પતિ જગદીશ ઠાકોર રહેતાં હતાં. એમને બે બાળકો હતાં. એમાં વિરાજ સાત વર્ષનો અને મંજરી છ મહિનાની હતી.. જગદીશ ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. અને સમય મળે ત્યારે પરચુરણ કડિયા કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો, શાંતિથી પસાર થતા એના જીવનમાં ‘છઠ જી સાતમ ન થીયે’