પ્રતિકની શબ્દ સંજીવની - 2

  • 3.3k
  • 1
  • 1.1k

તમે તમારી જાતને બાળી નાખો,જે કોઈ ઈચ્છા મનની વાળી નાખો.અહીં ક્યાં કોઈ સપના પુરા થવાના,જીવતર આખું શ્રદ્ધામાં ગાળી નાખો.હું ની લાઈનમાં ઈશ્વર પણ જોડાયો,જોવા તમે ભક્ત તણી થાળી નાખો.ક્યાં સુધી વેદના ભીંતે લઇ ફરશો?જઈ એકાંતમાં હાટડી ઠાળી નાખો.આવ્યા છો જગમાં પાછા ફરવાના,કાયમીની લાલસાને ટાળી નાખો.Dp,"પ્રતીક"હું ના આવેશમાં,મોંઘા માહણા વયા ગ્યા,હતા સોનાના ખીસ્સા તોય નાણા વયા ગ્યા.કરતા'તા જે મોંઘા પક્વાને હળશેલા,એના ભાગના સુકાભટ ભાણા વયા ગ્યા.ગાયા નથી જેણે કદી હરખના ગીતડા,મરશ્યામાં એના નામના ગાણા વયા ગ્યા.ગયા નથી જે પ્રસંગે કદી કોઈ આંગણે,દુઃખે એના ભાગીદારિના ટાણા વયા ગ્યા.આવો કદી બેસો અહીં માણસના ઓટલે,એકલ પંથે ચાલવાના એ વાણા વયા ગ્યા.Dp,"પ્રતીક"મને મારુ બચપણ પાછુ