ધારો તે કરો અને કરીને જ રહો !

(11)
  • 2.6k
  • 2
  • 597

આપણે ત્યાં એક કહેવત છે કે “ધાર્યું તો ધણીનું જ થાય” અને આ વાક્યમાં ધણી એટલે ઈશ્વર. મોટાભાગે આપણે ભગવાનને પણ નસીબ તરીકે ઓળખીએ છીએ.જયારે આપણે કઈક મેળવવાનું કે કરવાનું નક્કી કર્યું હોય અને એ કામ તે મુજબ થાય નહી ત્યારે આપણે નસીબને દોષ આપીએ છીએ. જેને ઘણા લોકો ભગવાનની ઈચ્છા પણ કહે છે. મનુષ્ય અવતાર અનેક શક્યતાઓની ધરોહર છે. વ્યક્તિ જે ધારે તે કરી શકે છે. આપણી આસપાસ અનેક લોકો છે જેમનું જીવન પ્રેરણાદાયી હોય છે છતાં આપણે માની શકતા નથી. તમે જે ધારો તે કરવા ઇચ્છતા હો તો તમારામાં ક્યાં ગુણો હોવા અનિવાર્ય છે એવું ક્યારેય વિચાર્યું છે? દરેક વ્યક્તિમાં શક્યતાઓ અને મર્યાદાઓ તેના મગજમાં અને વિચારોમાં એકસાથે ચાલતી હોય છે માટે જયારે તમે જેને મહત્વ આપો તેનું પરિણામ બાહ્ય જીવનમાં જોવા મળે.