તમારા જ ગુણોને તમારી સફળતાના પગથીયા બનાવો

(13)
  • 4.7k
  • 4
  • 1.1k

“સફળતા” એક એવો શબ્દ જે આજે દરેકના મોઢે સાંભળવા મળે જ. ટીનેજરથી લઈને યુવા દિલોમાં સતત રમતો શબ્દ એટલે “સફળતા”. દરેક વ્યક્તિને સફળ થવું છે પણ તેમને એ ખબર નથી કે શેમાં સફળ થવું છે ? વર્ષોથી લોકો કાર, બંગલો અને બેંક બેલેન્સથી પોતાની સફળતાને માપી રહ્યા છે અને જેમની પાસે આમાંથી કઈ નથી તેમને નિષ્ફળ ગણી રહ્યા છે. સફળતા એટલે શું? તેની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોઈ શકે પરંતુ સફળતા મેળવવા માટે વ્યક્તિમાં જે ગુણો હોવા જોઈએ તે એકસરખા જ હોય છે અથવા એમ પણ કહી શકાય કે જો તમે અમુક ગુણો કેળવી લ્યો તો તમને સફળતા ચોક્કસ મળે જ છે.