અર્ધ અસત્ય. - 41

(240)
  • 6.8k
  • 18
  • 5.3k

રમણ જોષી ખુરશીમાં બંધાયેલા વ્યક્તિનો ચહેરો જોઇને ધરબાઇ ગયો હતો. એ વ્યક્તિને બહું બેરહમી પૂર્વક મારવામાં આવ્યો હોય એવું પહેલી નજરે જ માલુમ પડતું હતું. તેનું આખું મોઢું લોહી-લૂહાણ હતું અને ઠેક-ઠેકાણેથી ચામડી ફાટીને લબડી ગઇ હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. એ જોઇને રમણ જોષીનું હદય ધબકારો ચૂકી ગયું હતું અને તેના ગળામાંથી ચીખ નિકળતા રહી ગઇ હતી. બરાબર એ સમયે જ તેની પાછળ કોઇક આવીને ઉભું રહ્યું હોય એવું લાગ્યું અને તરત તે પાછળ ફર્યો હતો. એ સાથે જ તેની આંખો વિસ્ફારીત બની હતી અને આતંકિત બનીને તે બે ડગલાં પાછો ખસી ગયો.