મારી ચૂંટેલી લઘુકથાઓ - 42

  • 2.4k
  • 867

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા કદાચ... બદનામ ગલીઓની આ નાનકડી રૂમમાં અરીસાની સામે ઉભી સુરેખા પોતાના ભૂતકાળ અને વર્તમાનને સ્પષ્ટ જોઈ રહી હતી. બંનેમાંથી કોઈએ પણ આ ઈચ્છ્યું ન હતું પરંતુ જવાનીના જોશમાં આવીને બંને તેને રોકી પણ શક્યા ન હતા. પરિણામ તો પછી એ જ આવ્યું જે કાયમ આવતું હોય છે. મદન રફુચક્કર થઇ ગયો અને સુરેખા એણે આપેલી ભેટને પોતાના ગર્ભમાં લઈને એ કોઠા પર આવી ગઈ. વીસ વર્ષ પસાર થઇ ગયા છે. એનું શરીર નીચોવાઈ ગયું છે અને તેના વાળમાં હવે સફેદી ઉતરી આવી છે. અત્યારે તો તેના કસાયેલા શરીર અને કાળા ભમ્મર વાળ