માતા પિતાનું ઋણ કેમ ચૂકવવું ?

(15)
  • 3.1k
  • 4
  • 557

માતા પિતાનું ઋણ કેમ ચૂકવવું ?લે. નીરવ પટેલ "શ્યામ"માતા-પિતાની સેવા કરવી તેમનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ છે, લોકો કહે છે કે આ જન્મમાં તેમનું ઋણ તો ક્યારેય ના ચૂકવી શકાય, પરંતુ હું માનું છું કે જો તમે ઈચ્છો તો એમનું ઋણ ચૂકવી શકો છો.કારણ કે બીજા જન્મમાં આપણને કયો અવતાર મળશે એ પણ આપણે નથી જાણતા હોતા તો બીજા જન્મની રાહ જ શું કામ જોવાની?જો મનુષ્ય ધારે તો આજ જન્મમાં તેમના માતા-પિતાની યોગ્ય રીતે સેવા કરી, તેમને ઘડપણમાં પણ યોગ્ય માન સન્માન આપી અને તેમનું ઋણ અદા કરી શકાય છે. માતા-પિતાએ આપણને બાળપણથી જ સાચવ્યા છે અને આપણે