ટ્રુથ બિહાઇન્ડ લવ - 44

(96)
  • 6.5k
  • 7
  • 3.2k

ટ્રુથ બીહાઇન્ડ લવ પ્રકરણ-44 પ્રણવભાઇને રજા આપી હોવાથી એમને ઘરે લઇ ગયાં. સ્તવન અને શ્રૃતિ પહેલાંજ અંધેરી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ફરિયાદ... મીસીંગ કમ્પલેઇન નોંધાવી. બંન્ને જણાં ખૂબ જ ચિંતામાં હતાં શ્રૃતિની આંખમાં આંસુ નહોતાં સૂકાતાં. સ્તવન રડતો નહોતો. પરંતુ એની આંખનાં ખૂણાં વારે તારે ભીંજાતાં હતાં. એને હિંમત રાખવી જ પડે એવી હતી. સ્તુતિની ચિંતામાં જાણે એનું જીવન જ લૂંટાઇ ગયું હતું. ઇન્સપેક્ટરે સ્તુતિની બધી માહિતી અને ફોટો માંગ્યા. સ્તવને નામ, ઉમર, સરનામું અને ફોટો બધુ જ વિગતવાર જણાવ્યું અને આપ્યું. સ્તવન પાસેથી સ્તુતિનો ફોટો લઇ ઇન્સપેક્ટર એને હાથમાં પકડીને જોઇ જ રહ્યો પછી એણે સ્તવન સામે જોયું અને