એન્જિનિયરિંગ ગર્લ - 7

(96)
  • 5.9k
  • 5
  • 3k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૭ મિશન માતાજી જિંદગીને સૂરમાં ચાલવા માટે ત્રણેય સપ્તકની જરૂર નથી. મંદ્ર અને મધ્ય સપ્તક પણ સૂર છેડી શકે. તાર સપ્તક થોડું આતંકી છે. એ વાઇબ્રંટ પણ છે. એ મનને ઉતેજિત કરીને મંત્રમુગ્ધ કરે છે. એટલે જ જિંદગીને ચલાવવા માટે ભલે ત્રણેય સપ્તકની જરૂર ન પડે, પરંતુ એને રોમાંચિત બનાવવા માટે તો ત્રણેય સપ્તકની જરૂર પડે જ. હું સંગીત શીખતા શીખતા બીજું ઘણું બધું શીખી રહી હતી. સંગીતનું એક વિશ્વ આપણી અંદર પણ હોય છે. પણ જિંદગી સૂરમાં ત્યારે જ ચાલે જ્યારે એમાં બધાં સ્વરોનું મિશ્રણ હોય. આપણા પણ ત્રણ સપ્તકો હોય