એન્જિનિયરિંગ ગર્લ - 13 - 1

(116)
  • 6.7k
  • 12
  • 2.4k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૩ – ભાગ - ૧ “ વિવુ ” ૭૦, ૮૦, ૯૦, ૧૦૦, ૧૧૦….. વિવાનની બાઈકનું સ્પીડોમીટર એની ટોચ પર હતું. વિવાનની લાલ આંખોમાંથી ગુસ્સો ઊભરાતો હતો, એના હાથ એ ગુસ્સાને બહાર કાઢવા એક્સલરેટર દાબી રહ્યા હતાં. S.P Ring Road ના સુમસામ રોડ પર સવારના વહેલા છ વાગે વિવાનની બાઈક વાયુવેગે જઈ રહી હતી, આજે એને કોઈ પકડી શકે એમ નહોતું. એની આંખ સામે વ્હાઇડ ડ્રેસ હતો, એની આંખ સામે અંકિતાના કપાળ વચ્ચેની કાળી બીંદી હતી, એની આંખ સામે રેશમી ઝુલ્ફો વચ્ચે છૂપાયેલો અંકિતાનો ખુશી ભર્યો ચહેરો હતો, જે વિવાનને ચીરી રહ્યો હતો,