અલગારી રખડપટ્ટી

(16)
  • 5.9k
  • 990

વાર્તા-અલગારી રખડપટ્ટી લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.સંધ્યા સમયનું વાદળછાયું આકાશ,ઠંડો પવન,વિજળી ના ચમકારા,ભીની માટીની સુગંધ ખરેખર દિલ ડોલી જાય એવું આહલાદક વાતાવરણ છે.મેં સ્કુટર ની સ્પીડ ઓછી કરી.ઘરે જવાની કશી ઉતાવળ નથી.આખો દિવસ ઓફિસમાં ગધ્ધાવૈતરું કર્યા પછી સ્વાભાવિક છેકે ઘરે જઇને ફ્રેશ થવાની ઈચ્છા હોય.પણ આજનું ખુશનુમા વાતાવરણ દિલોદિમાગ ને પ્રફુલ્લિત કરી રહ્યું છે. બસ આમતેમ રખડવુંજ છે.બચપણમાં વરસાદમાં જે તોફાન મસ્તી કરેલી છે,કાગળની હોડીઓ બનાવીને પાણીમાં જે વહેતી કરેલી છે,અગાશીમાં જઇને વરસાદમાં જે નાહ્યા હતા તેની યાદ આવી ગઇ.કોઇ વ્યક્તિ એવી નહીં હોય જેને વરસાદ ના ગમતો હોય.બાળક હોય કે વૃદ્ધ હોય વરસાદ ગમે