મહેંક માનવતાની

(15)
  • 2.5k
  • 1
  • 614

મહેંક માનવતા ની". મારો....મારો..કાપો....કાપો.....એને આવવા તો દો...એ..... પથ્થર ક્યાં છે ?.એટલા માં પથ્થરમારો થયો.લોકો માં દોડાદોડી થઈ ગઈ ટોળા માં થી કેટલાક લોકો દુકાનો અને ચીજવસ્તુઓ સળગાવતા હતા.એટલા માં પોલીસ ની ગાડી ની સાયરન વાગી......દોડો....ભાગો....પોલીસ આવી...... પોલીસે આવતા વેંત લાઠીચાર્જ કર્યો છતાં પણ ટોળુ વીખરાયુ નહીં... અને પોલીસે ટીયર ગેસ છોડ્યો................પ્રકાશ પંડિત વ્હોરવાડ ની ઢાળ ચડતો હતો તે વખતે આ દ્રશ્ય જોયું.પ્રકાશ ની સાથે તેની ઓફિસ ની વડી કચેરી ના બે ઓડિટરો પણ હતા.આ દ્રશ્ય જોઈ ને બંને ઓડિટરો ગભરાઈ ગયા.તેમને મોત સામે જ દેખાતું હતું.થોડી વાર માટે