Mahek Manvtani books and stories free download online pdf in Gujarati

મહેંક માનવતાની

મહેંક માનવતા ની". મારો....મારો..કાપો....કાપો.....એને આવવા તો દો...એ..... પથ્થર ક્યાં છે ?.એટલા માં પથ્થરમારો થયો.લોકો માં દોડાદોડી થઈ ગઈ ટોળા માં થી કેટલાક લોકો દુકાનો અને ચીજવસ્તુઓ સળગાવતા હતા.એટલા માં પોલીસ ની ગાડી ની સાયરન વાગી......દોડો....ભાગો....પોલીસ આવી...... પોલીસે આવતા વેંત લાઠીચાર્જ કર્યો છતાં પણ ટોળુ વીખરાયુ નહીં... અને પોલીસે ટીયર ગેસ છોડ્યો................પ્રકાશ પંડિત વ્હોરવાડ ની ઢાળ ચડતો હતો તે વખતે આ દ્રશ્ય જોયું.પ્રકાશ ની સાથે તેની ઓફિસ ની વડી કચેરી ના બે ઓડિટરો પણ હતા.આ દ્રશ્ય જોઈ ને બંને ઓડિટરો ગભરાઈ ગયા.તેમને મોત સામે જ દેખાતું હતું.થોડી વાર માટે પ્રકાશ પણ ગભરાયો.કારણકે સાથે બે ઓડિટરો ની જવાબદારી હતી..... એટલા માં એક મહિલા નો અવાજ આવ્યો...." સાહેબ,આગળ જતાં નહીં . ગામમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા છે.પ્રકાશે અવાજ આવ્યો તે બાજુ જોયું.એક વૃદ્ધ મહિલા પ્રકાશ ને સાવચેત કરતી હતી.ઢાળ પર એ વૃદ્ધ મહિલા એ પોતાના ઘર પાસે રહી ને બુમ પાડી હતી.એટલા માં ઘર માં થી અવાજ આવ્યો," ફાતિમા,આ તો સાહેબ છે.તેમને આપણા ઘરમાં લઈ આવ.તોફાની ઓ કોઈ ને પણ છોડતા નથી.યા અલ્લા, આદમી આદમી ના દુશ્મન કેમ થાય છે?" ફાતિમા એ ફરી બુમ પાડી," સાહેબ આ રસ્તે આગળ ના જાવ.કોમી તોફાનો માં ક્યાંક તમે કુટાઈ જશો.અમે તમને ઓળખી એ છીએ.તમે રોજ આજ રસ્તે ઓફિસ જાવ છો." ગભરાયેલા પ્રકાશ અને ઓડિટરો ને આ મહિલા પર વિશ્વાસ બેસતો નહોતો.તેઓ ઓફિસ ના રસ્તે પાછા વળતાં હતાં ત્યાં જ મહિલા ના ઘર માં થી પુરુષ નો અવાજ આવ્યો," સાહેબ અમારી પર વિશ્વાસ રાખો.તમને સહીસલામત તમારા મહોલ્લામાં પહોંચાડી દેશું.ખુદા તમને સલામત રાખે.અને હા ફાતિમા રહેમત ને બોલાવી લાવ અને આ સાહેબો ને સહીસલામત તેમના મહોલ્લા સુધી મુકી આવે.". ફાતિમા એ રહેમત ને બોલાવ્યો છે ફક્ત પંદર વર્ષ નો જ હતો.રહેમત આવ્યો ને બોલ્યો," અમ્મી જાન ,હજુ ભાઈ જાન નોકરી થી આવ્યા નથી.મને બહું ચિંતા થાય છે આ તોફાનો માં કેવીરીતે ઘરે આવશે?" " રહેમત તું ચિંતા ના કર,ખુદા હંમેશા ખુદા ના બંદા ને સલામત રાખે છે. તું આ સાહેબો ને બીજા સારા રસ્તે તેમના ઇલાકામાં મુકીને સીધો જ ઘર આવજે." ફાતિમા બોલી.પ્રકાશ અને બંને ઓડિટરો ને લઈ ને રહેમત સહીસલામત મુકી આવ્યો.**********. પ્રકાશ પંડિત પુરુષોત્તમ નગર માં નદી પાર ની એક સરકારી ઓફિસમાં નોકરી કરતો હોય છે.નદી માં ચોમાસા સિવાય પાણી રહેતું હોતું નથી.અને પ્રકાશ ને ઓફિસ જવા માટે નો આ ટુંકા માં ટુંકો રસ્તો હોય છે . તેથી દરરોજ વ્હોરવાડ ની ઢાળ ઉતરી ને નદીમાં થી પસાર થઇ પોતાની ઓફિસે જતો હોય છે. ઓફિસ માં બે દિવસ થી વડી કચેરી નું ઓડિટ શરુ થયું હતું.તેઓ પ્રકાશ ના ઘર પાસે આવેલા એક ગેસ્ટ હાઉસ માં ઉતર્યા હતા. આજે ઓફિસ થી ઘર આવતા જ ગામમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. પુરુષોત્તમ નગર માં ચાર દિવસ માં કોમી તોફાનો શાંત થઈ ગયા.અને નગર માં પૂર્વવત શાંત જીવન વ્યવહાર શરુ થયો. પ્રકાશ પંડિત ચાર દિવસ પછી એજ વ્હોરવાડ ની ઢાળ થ ઈ ને ઓફિસ જવા નિકળ્યો.ઢાળ પર ફાતિમા અને ચાચા નું ઘર આવ્યું.પ્રકાશ તેમનો આભાર માનવા તેમના ઘર પાસે ગયો.અને ચાચા નો આભાર માન્યો. ચાચા બોલ્યા," સહીસલામત પહોંચી ગયા હતા ને? ને તમારા બીજા બે મિત્રો ક્યાં ?" પ્રકાશ બોલ્યો," એ જ દિવસે તેઓ પોતાના શહેર જવા નિકળી ગયા હતા તેમણે પણ તમારો આભાર માન્યો છે.અને અમારો ઓડિટ નો પ્રોગ્રામ કેન્સલ થયો.અને હા તમારા પુત્ર એ દિવસે સહીસલામત આવી ગયા હતા?" ચાચા બોલ્યા," બેટા,આ દુનિયા માં નેક માણસો ઘણા છે.એ દિવસે એક પંડિત પોતાના સ્કુટર પર મારા દિકરાને ઘર સુધી મૂકી ગયો હતો. જેનામાં ઇન્સાનિયત છે અને જે નેક છે એજ ખુદા નો સાચો બંદો છે.". એજ વખતે રેડિયા માં ગીત આવતું હતું..." ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા...........". @ કૌશિક દવે