ટ્રુથ બિહાઇન્ડ લવ - 53

(67)
  • 3.5k
  • 1
  • 2.5k

ટ્રુથ બિહાઇન્ડ લવપ્રકરણ-53 પતિની સેવામાં અટવાયેલા અનસુયાબહેન આજેજ સ્તુતિને મળવાં આવ્યાં. સ્તુતિને પ્રેમથી સહેલાવી રહ્યાં. સ્તુતિએ થોડો પ્રતિસાદ આપ્યો પાછી સ્થિર થઇ ગઇ. અનસુયા બ્હેન સ્તુતિની પીડા અને સ્થિતિ જોઇને ધુસ્કે ધુસ્કે રડી પડ્યાં. શ્રૃતિ દોડી આવી એની આંખમાંથી પણ આંસુ નીકળી આવ્યાં. "માં બસ કર હવે એને વધુ પીડા થશે. એમ કહી આશ્વાસન આપ્યું. સ્તવને કહ્યું "શ્રૃતિ તું એ લોકોને ઘરે લઇ જા અને જુઓ ઘરે પહોચતાં પહેલાં સ્વસ્થ થઇ જજો. પાપાને અસર ના થવી જોઇએ અને વિનોદાબેન અને શ્રૃતિ અનસુયાબ્હેનને લઇ ગયાં. ***************** સિધ્ધાર્થે એનાં આસીસ્ટન્ટ પાસે બધો રીપોર્ટ લીધો સીસીટીવી કેમેરા ફુટેજનાં શું છેડછાડ થઇ છે એની તપાસ