ટ્રુથ બિહાઇન્ડ લવ - 54

(83)
  • 5.7k
  • 6
  • 2.8k

પ્રકરણ 54ટ્રુથ બિહાઇન્ડ લવ -54 સ્તુતિને ભાન આવી ગયું હતું એ બધાંને જોઇ રહી હતી પણ કંઇ જ બોલતી નહોતી. એ આંખો બંધ કરી દેતી હતી. એ કોઇ રીસ્પોન્સ જ નહોતી આપતી. જાણે કેટલાય સમયની ઊંઘ અને થકાવટ હોય એમ આંખો બંધ કરી દેતી હતી. ડોક્ટરે બી.પી. અને ટેમ્પરેચર તપાસ્યું. બી.પી.ઓકે હતું પણ થોડોક તાવ હતો એટલે નર્સને દવા આપવાની સૂચના આપી સ્તુતિને પ્રશ્નો કરવા લાગ્યાં અને સ્તવને આ પોલીસની જેમ પૂછપરછ કરવા ના પાડી અને ડોક્ટરે સંમતિ સૂચક હા પાડીને બહાર નીકળી ગયાં અને ત્યાંજ શ્રૃતિ આવી એણે સ્તુતિને બંધ આંખે બેઠેલી જોઇને બોલી ઉઠી... દી ભાનમાં આવી ગઇ