ઇશોપનિષદ મંત્ર ૩ - શોક અને દુઃખ દુર કરવાનો એક માત્ર રસ્તો

  • 2.9k
  • 868

અસુર્યા નામ તે લોકા અન્ધેન તમસાઅવૃતાઃ | તાઁસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ || ૩ || (યજુર્વેદ ૪૦.૩) આપણે જે થોડા સમય માટે આ જગતમાં રહેવાના છે તે સમયને સૌથી સાર્થક બનાવવાનું માર્ગદર્શન ઇશોપનિષદનો આ ત્રીજો મંત્ર આપે છે. ભૂતકાળમાં કરેલા પાપકર્મોને કારણે પેદા થતો અપરાધભાવ અને શોક્ભાવને દુર કરી આનંદમય જીવન જીવવાની કળા આ મંત્ર શીખવે છે. મંત્રનો અર્થ જે લોકો આસક્ત બની અજ્ઞાનતાના અંધકારરૂપ આવરણમાં ઘેરાયેલ છે અને જેઓ પોતાની આત્માના અવાજની અવગણના કરી, સ્વાર્થી બની, પાપકર્મો કરે છે તેઓ જીવતા જીવત અને મૃત્યુ પછી પણ અજ્ઞાની અને દુ:ખી રહે છે. અસુર્યા – અજ્ઞાનતાના કારણે સ્વાર્થી બની પાપકર્મો