આરુદ્ધ an eternal love - ભાગ-૫

(26)
  • 2.5k
  • 2
  • 1.4k

“નમસ્તે…. આવો…. આ તમારું ટેબલ છે. આ તમારું કમ્પ્યુટર. લેટેસ્ટ સોફ્ટવેર વાળું. બેસી જાઓ અને મંડી પડો તમારું કામ કરવા.” કલેકટર ઓફિસમાં હેડ ક્લાર્ક આર્યાને બધું સમજાવી રહ્યા હતા. જય આર્યાને મુકીને ચાલ્યો ગયો હતો. બને એટલી સુંદર ન દેખાવાના પ્રયત્નના ભાગરૂપે આર્યાએ પોતાના ખુલ્લા વાળ બાંધીને અંબોડા જેવું લઈ લીધું. ઓઢણી પહોળી કરીને બંને ખભા પર નાખી જેથી એ છેક કમર સુધી ફેલાઇ જાય. આટલું કર્યા પછી હેડ કલાર્ક એ બતાવેલ ફાઈલ ટેપ કરવા બેસી ગઈ. માત્ર એક જ કલાકમાં એણે એ ફાઈલ ટાઇપ કરીને પરત