માથાભારે નાથો - 40 - છેલ્લો ભાગ

(131)
  • 4.4k
  • 4
  • 1.4k

માથાભારે નાથો (40) કેતનની આંગળી પકડીને મગન મોટાભાઈના ઘરના દાદર ચડી રહ્યો હતો.મનમાં ઘણો સંતાપ હતો.ભાઈએ પોતાનુ ભલું ઈચ્છયું હતું, પણ પોતે ગેરસમજ કરી બેઠો હતો.આખું વરસ એમ જ પસાર થઈ ગયું. ઘણીવાર ભાઈ અને ભાભીની યાદ આવતી.કેટલા પ્રેમથી મોટાભાઈએ એને રાખ્યો હતો.. અમદાવાદ કોલેજમાં ભણતો હતો ત્યારે ભાઈ હંમેશા નાસ્તો લઈને આવતા.નવા કપડાં લઈને આવતા.પોતે કોલેજમાં ભણતો એ વાતનું કેટલું ગૌરવ હતું એમને..! સાથે હીરા ઘસતા બીજા કારીગરોને એ છાતી ફુલાવીને કહેતા કે મારો ભાઈ અમદાવાદમાં કોલેજ કરે છે...! વેકેશનમાં એ સુરત આવતો ત્યારે ભાભીઓ પણ રોજ નવી નવી વાનગીઓ બનાવતી. બિચારા મગનભાઈને હોસ્ટેલમાં સારું ખાવા