નાળીયેરનું (શ્રીફળ) અમૃત સમાન દૂધ

  • 5.3k
  • 1.2k

ભારતીય પુરાણો અનુસાર નાળીયેર અથવા શ્રીફળ એ વિશ્વામિત્ર ઋષિની સૃષ્ટી નું ફળ છે. હિંદુ ધર્મ માં શુભ માંગલિક પ્રસંગોએ તેમજ દેવપુંજન, ભૂમિપુંજન, ગૃહ-વાસ્તુ, લગ્ન, સગાઇ, ધંધાનું ઉદઘાટન તથા મરણ પ્રસંગે શ્રીફળ નો ઉપયોગ થાય છે. નાળીયેરનો પ્રત્યેક ભાગ લાભપ્રદ છે. તેથી તેનું નામ ' કલ્પતરૂ ' સાર્થક બંને છે. શ્રીફળ- નાળીયેર ના વૃક્ષના પણ ગરીબોની ઝૂંપડીના છાપરા તરીકે ઉપયોગ થાય છે. કાચું શ્રીફળ અર્થાત ત્રોફાનું પાણી તમામ દર્દીઓ અને પાણીના શોખીન માટે ઉત્તમ છે. શ્રીફળની ઉપરના છોડમાંથી કાથીના દોરડા, પગ લુંછણીયા, સાદડી જેવી વિવિધ ચીજો બનાવી શકાય છે. દરિયાકાંઠાના પ્રદેશોમાં નાળીયેર ખાસ વધુ થાય છે. ખારી જમીનોમાં આવેલી નાળીયેર ૮-૯