મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 5

(12)
  • 2.4k
  • 1
  • 997

સમસ્યાઓ આવેજ નહી તેના માટે નેચેના ઉપાયો અજમાવી શકાય. ૧) મુશ્કેલીઓને દુર રાખવાનો સૌથી પહેલો ઉપાય છે સતર્ક રહો. તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમા સંપુર્ણ સતર્કતા દાખવો, તમામ બાબતો, ઘટનાઓની માહિતી મેળવતા રહો, તેનુ અર્થઘટન, મુલ્યાંકન કરતા રહો, માર્ગમા આવતી સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહો, કોઇ પણ પ્રકારની ગેરમાન્યતા કે ગાફલતમા ન રહો કારણકે એક નાની એવી ગાફલત ખુબ મોટુ કે ગંભીર પરીણામ લાવી શકે છે. જેમ કોઇ મોટા રોગના લક્ષણોને અવગણવાથી સમય જતા તે મોટી બીમારીનુ સ્વરુપ ધારણ કરી લેતુ હોય છે તેવીજ રીતે પોતાના હેતુઓ પ્રત્યે સજાગ ન રહેવાથી હાથમા આવેલી બાજી જુટવાઈ જતી હોય છે.