આરુદ્ધ an eternal love - ભાગ-૧૪

(28)
  • 2.7k
  • 5
  • 1.5k

અનિરુદ્ધ જતો રહ્યો હતો અને આર્યા ત્યાં જ ઊભી હતી. અત્યાર સુધી એકીટસે જોઈ રહેલી છોકરીઓ બધી આર્યાની નજીક આવી. એ બધી તો હતપ્રભ થઈ ગઈ હતી. આર્યાના હાથ, મોં અને ગાલ લાલ થઈ ગયા હતા. જે ક્ષણ બધી છોકરીઓ માટે સ્વપ્ન હતી એ ક્ષણ આર્યાને તો અચાનક ફળી ગઈ હતી. બધી છોકરીઓ આર્યાને કશું પૂછે એ પહેલા માયાબહેન આવ્યા, એમણે બધી છોકરીઓને કામે લગાડી અને આર્યાને પૂછ્યું, “શું વાત છે આર્યા? હું જોઉં છું કે છેલ્લા ઘણા દિવસોથી તું એકદમ શાંત થઈ ગઈ છે અને કશી ચિંતામાં પણ હોય એવું લાગે છે. એવી તે શી વાત