એક અધૂરી દાસ્તાં... - 1

  • 2.2k
  • 2
  • 973

૧.ક્યાંથી શરૂઆત કરવી આ કહાનીની ? આમ તો શરૂઆતથી શરૂઆત કરવી વધુ સારી. એ દ્રશ્યો થોડા ઝાંખા પડ્યા છે પણ સાવ ધૂંધળાયાં નથી. હું લાઈબ્રેરીમાં જતી હતી. અને એ મારી સાથે અથડાયો હતો. એ કોલેજનું બીજું સેમેસ્ટર હતું. એ પહેલા ક્યારેય એને મેં જોયો હશે કે કેમ સ્મરણમાં નથી. એના હાથમાં એક પુસ્તક હતું. તે પડી ગયું. મેં એ પુસ્તક ઉપાડ્યું. જોયું. મારાથી બોલી જવાયું અરે ! વાહ ! ‘પ્રિયજન !’ મેં એના હાથમાં આપ્યું અને સોરી કહ્યું. એણે સામે પૂછ્યું: ‘તમે આ વાંચી છે ?’ ‘હા, પ્રેમ વિશે કોઈ પુસ્તક હોય અને મેં વાંચી ન હોય એવું બને !’