લાગણીઓનું શીતયુદ્ધ : પ્રકરણ 1

(17)
  • 2.3k
  • 1
  • 1.3k

પ્રકરણ – 1 જ્યારે સમય માં બદલાવ આવવાનું શરૂ થાય છે ને ત્યારે બધું જ બદલાઈ જાય છે..., માત્ર શબ્દો જ નહિ જીવન પણ અને એને જીવવાના કારણો પણ ... અને હા, કદાચ સંબંધઓના સમીકરણો પણ....... અનંત, અમદાવાદના મોટા અને પહોળા પરંતુ બીઆરટીએસના ટ્રેકના કારણે ખૂબ જ સાંકડા બની ગયેલા રસ્તા પર અટવાયેલા સિટી ટ્રાફિકને એકીટશે નિહાળી રહ્યો હતો. કોઈ નો'તું જાણતું કે તે શું હતું. પલક ઝપકાવ્યા વગર તે સતત કઈંક વિચારી રહ્યો હતો. એવું લાગતું હતું કે તે તેના ભૂતકાળની સ્મૃતિઓમાં સરી રહ્યો હતો. છેલ્લા થોડા વર્ષોની સ્મૃતિઓ તેમના મનમાં કોઈ ફિલ્મની રીલના ટેપની જેમ પસાર