એક અધૂરી દાસ્તાં... - 3

  • 2.8k
  • 1.3k

3.અમે ઘણી વાર માંડવીના દરિયા કિનારે ચાલ્યા હોઈશું. અવિ મારો હાથ પકડતો અને હું પાછળ પાછળ ચાલી નીકળતી. સંધ્યાના રંગો આધુનિક ચિત્રકલાની જેમ આમ તેમ ફેલાઈ જતા. આથમવા આવેલો સૂર્ય ઝીણું મલકી રહેતો. અમે કિનારે કિનારે ચાલ્યા કરતા. અવિ મને દરિયામાં ખૂબ દૂર સુધી લઇ જતો. દરિયાનું ભીનું ગીત સાંભળતા અમે તરી રહેતા. એવી કેટલીયે સાંજ આજે પણ હૈયામાં અકબંધ સચવાઈ રહી છે. ‘અનુ, ચાલ તને કંઈક સંભળાવું.’ અને અમે દરિયાકિનારે આંખો બંધ કરી સૂઈ રહેતા.‘સાંભળ, દરિયો ગાય છે.’‘પણ... હું એ નથી સમજતી.’‘બધી વસ્તુ સમજવાની નથી હોતી અનુ. કુછ અહેસાસ સિર્ફ જીને હોતે હૈ મય ડીયર.’એની દ્રષ્ટિ અલગ હતી બધું જોવાની. સમજવાની.