પેન્ટાગોન - ૧૧

(78)
  • 4.3k
  • 9
  • 2.8k

(સના અહીંની રાજકુમારી નથી એ જાણી બધાને નવાઈ લાગી. એની પાસેથી હવે સાચું જાણીને જ રહીશું એમ વિચારતા ચારેય મિત્રો ફરીથી ત્યાં એક કૌતુક જુએ છે અને કૂવા પાસે દોડેલા કબીરની પાછળ ભાગે છે...)“ઓયે કબીર...ઊભો રહે યાર!"આ વખતે બધા પહેલેથી જ ચેતેલા હતા. સાગર વધારે ઝડપથી ભાગેલો, એનું કસરતી શરીર કામ આવેલું અને એણે કબીરની આગળ જઈ એને ભેંટીને રોકી લીધો. “આ વખતે તને કૂવામાં નહિ જ પડવા દઈએ." સાગરની પાછળ જ આવી પહોંચેલા રવિ અને સન્નીએ કબીરને પાછળથી પકડી લીધો હતો.અચાનક થયેલા આ હલ્લાથી કબીર ભાનમાં આવી ગયેલો. એને પેલી યુવતી દેખાતી બંધ થઈ ગયેલી અને એ પૂરો ભાનમાં આવી