સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-24

(87)
  • 5.9k
  • 10
  • 3.2k

પ્રકરણ-24 મોહીતે ઇન્ડીયા માં સાથે વાત કરી. અત્યારે ઓફીસમાં રીલેક્ષ બેઠેલો. મલ્લિકાને પહેલાં ફોન ગર્યો તો ક્યાંય સુધી રીંગ જ વાગી એણે રીસ્પોન્ડ જ ના કર્યો. પછી મોહીતે માં સાથે વાત કરી લીધી. મોહીતે વિચાર્યુ હવે તો ફોન ઉંચકશે જ એણે ફરી ફોન કર્યો તો ફોન મલ્લિકામાં સ્વીચ ઓફ આવ્યો. એને આશ્ચર્ય થયું કે.. ફોન સ્વીચ ઓફ ? કેમ આમ ? કોઇ મીટીંગમાં હશે.. ? પણ ફોન સાયલન્ટ કરે સ્વીચ ઓફ નહીં જ.. એ વિચારમાં પડી ગયો. એને મન હતું બે દિવસથી બોલ્યો નથી તો વાત કરું થોડો પ્રેમ જતાવું તો એનું મન શાંત અને આનંદવાળું થઇ જાય. પછી એણે