રેકોર્ડ બ્રેક હેન્ડ વોશ

  • 4.4k
  • 1
  • 1.1k

હેન્ડ વોશ એટલે હાથ ધોવા. હાથને સાફ રાખવા. આપણે જ્યારે નાના હતાં ત્યારે માતા-પિતા આપણને વારંવાર હાથ ધોવાની સલાહ આપતાં. જેથી હાથમાં રહેલા કિટાણુંઓ શરીરમાં જાય નહી. મોટા થઇએ અને ક્રિકેટ કે કોઇપણ આઉટ ડોર રમત રમીને આવીએ, મિત્રોને મળીને આવીએ અથવા જમતા પહેલા, બહારથી આવીને, સૂતા પહેલા હાથ ધોવાની ટેવ પાડવાનું માતા-પિતા અથવા ઘરના અન્ય વડિલો જણાવતાં. નાના હતાં ત્યારે તો સમજ્યા વગર વડિલો જે કહે તે માની લેતાં અને હાથ બરાબર ધોઇ, સાફ કરીને જ ઘરની અન્ય પ્રવૃત્તિઓ કરતાં. થોડા મોટા થયા, સમજતા થયા, વિચારતા થયા, સમાજમાં બહાર નિકળતા થયા તેમ-તેમ ઘરના વડિલોએ શિખવાડેલ સારી આદતો ભૂલતા ગયા.