દીલ ની કટાર - પ્રેમ સમર્પણ

(14)
  • 5k
  • 1
  • 1.4k

દીલની કટારપ્રેમ સમર્પણ પ્રેમ સમર્પણ માંગે છે. બીજું કંઇજ નહીં. પ્રેમ એ ઇશ્વરનું સ્વરૃપ જ છે જે ભાવ સ્વરૂપે છે. ઇશ્વર એજ કહે છે મને સમર્પણ કર તું તને મારામાં સમાવી મારાંમય કરી દઇશ. પ્રેમમાં પણ એકબીજામય, થવાનું હોય છે. એકબીજાને સંપૂર્ણ સમર્પિત થવાનું હોય છે. પ્રેમમાં પોતાની આગવી કોઇ લાલસા, ઇચ્છા, મનોરથ, અસ્તિત્વ, અનિચ્છા કંઇ જ આગવું નથી હોતું નથી રહેતું... પ્રેમ એ વાસના સુધી સિમિત નથી. પ્રેમમાં વાસના જરૂરી નથી... વાસનાનું આધિપત્ય પ્રેમ નહીં મોહમાં છે. મોહ અને પ્રેમ વચ્ચે પાતળી લકીર એક રેખા છે જે ઓળંગ્યા પછી સાચું જ્ઞાન થાય છે. મોહ નાશવંત છે પ્રેમ અમર છે.